“હું મને ખુદને વ્યસ્ત રાખું છું
હું મને ખુદને શોધવા નીકળી છું
હજું તો ઘણું દૂર જવાનું છે
તો પણ આજે હું મને ખુદને વ્યસ્ત રાખું છું
કદાચ તું ભુલાઈ જઈશ એમ માનું છું
પણ કોઈને કોઈ કામમાં તું આવી જાય છે યાદ
મારી આંગળીઓના ટેરવાઓ થંભી જાય છે
આંખોના એક પલકારામાં બધું ભૂલી
હું ફરી વ્યસ્ત થઈ જાઉ છું.”
- ‘નવ્યાદર્શ’