Quotes by Navyadarsh in Bitesapp read free

Navyadarsh

Navyadarsh

@navyadarsh
(54)

#Kavyotsav2 #કાવ્યોત્સવ૨
Subjects : Love, God, emotions, inspiration

ખુશી

આજે હું
એ જૂનાં રસ્તાઓ ભૂલી ગઈ હતી
બસ આછો આછો આભાસ હતો
કદાચ એણે રોકી ન હોત તો હું ચાલી જ ગઈ હોત
પણ મારું મન જાણે છે કે,
એનો એક અવાજ જ કાફી છે મને રોકવા માટે.
એને મળવામાં એટલી અધીરી થઈ ગઈ હતી કે,
રસ્તાઓ વચ્ચે જ હું ભૂલી પડી હતી
હું મારામાં ખોવાઈ હતી
એનાં પ્રેમની હું જ દિવાની હતી.
એનો હાથ મારા હાથમાં હતો
મારી સામે રહી એક પળને પણ તે ગુમાવવા નહોતો માંગતો
પણ સમય કોઈનું માને ?
હું એની પાસે હતી
બહુ જ નજદીક
એની ખુશી માટે
અને આજે જ હું એનાથી દૂર જવાની હતી
એની જ ખુશી માટે.
કેટલીયે વાતો વચ્ચે પણ અમે મૌન હતાં
અમને ખબર હતી કે,
આજ પછીનો સંબંધ અમારો કેવો હશે
તો પણ મૌન હતાં.
જતાં જતાં મેં એને કહ્યું,
‘હું જાઉં છું … મને યાદ ન કરીશ.’
એણે કહ્યું,
‘હા, જાણું છું, હું તારી સાથે જ તો છું.’
મારી ખુશી જોવા માટે
આજે તે હસી રહ્યો હતો
હું હસી પણ ન શકી અને રડી પણ ન શકી
કેટલાંય ઘોઘાટો વચ્ચે હું એકલી હતી
એની યાદો, એના અહેસાસ અને એના પ્રેમ સાથે
એના શબ્દો મારા કાને ગુંજી રહ્યાં હતાં,
‘હું તારી સાથે જ છું હંમેશાં માટે હો.’
મેં આંખો બંધ કરી
મારા અને એના ભવિષ્ય માટે
હું મારામાં ખોવાઈ ગઈ.

- ‘નવ્યાદર્શ’
Email : navyadarsh67@gmail.com

Read More

#Kavyotsav2 #કાવ્યોત્સવ૨
Subjects : Humour, Love, God, emotions, inspiration
અસ્તિત્વ

1.
તારા શબ્દો
અને મારી સંવેદના
ત્યારે બને છે એક કવિતા.
પણ જ્યારે હું મૌન
ત્યારે તારી કલમ પણ મૌન
તો તારી સંવેદનાનું શું?

2.
મેં કહ્યું
ને તું સાંભળતો જ રહ્યો
અપનાવ્યો તે રસ્તો મારો
અને બનતો ગયો તું મારો
હું જરા તારા રસ્તા પરથી દૂર થઈ
અને થઈ ગઈ મૌન
ત્યારે
તારી ન કહેવાયેલી વાતોનું શું?

3.
બહુ જીદ્દી છું
અને નાદાન પણ
ક્યારેક ગુસ્સો કરી લઉં છું
તો ક્યારેક હદથી વધારે પ્રેમ
જ્યારે આવી છું તારી પાસે
તું મને ત્યાં જ મળ્યો છે
ક્ષિતિજની પેલે પાર સંધ્યાના રંગો વચ્ચે
હંમેશાં હસતો, આવકારતો
ત્યારે
તારી જિદ્દ તારી સમજદારીનું શું?

4.
હું ઉદયમાન ઉષા
તું ઢળતી સંધ્યા
ભૂલો કરતી,
અનુભવ લેતી
અને શીખતી
ક્યારેક કોમળ
તો ક્યારેક તપતી
તું અંધકારની જેમ હૂંફ આપતો જ રહ્યો
ત્યારે
ચંદ્રની શીતળતામાં દાઝતી તારી વેદનાનું શું?

5.
મારું તારા જીવનમાંથી જવું
સાવ સાધારણ ઘટના
તો પણ
તારા સ્વપ્નાઓનું ડૂબી જવું
વિચારોનું તૂટી જવું
કલમનું રોકાઈ જવું
રસ્તાઓનું ભૂલાય જવું
જીવનનું દિશાવિહીન, ઉદ્દેશ્યવિહીન બની જવું
ત્યારે
તારા અસ્તિત્વનું છું?

- ‘નવ્યાદર્શ’
Email : nayvadarsh67@gmail.com
Subjects : #Love #God #emotions #inspiration

Read More

#Kavyotsav2 #કાવ્યોત્સવ૨
Subjects : Humour, Love, God, emotions, inspiration
બંધન

બંધન
બંધન
અને બંધન
મને પસંદ નથી
આ બંધન.
અહી જવું નહીં
ત્યાં જવું નહીં
આ કરવું નહીં
પેલું કરવું નહીં.
હું શું કરવા માંગું છું?
હું શું ઈચ્છું છું?
કોઈ પુછશે જરા?
પ્રેમનું બંધન
માતા-પિતાના પ્રેમનું
ભાઈ-ભાભી, બહેનના પ્રેમનું
પ્રેમીનું
અરે મિત્રતાનું પણ બંધન.
મારા શ્વાસોને શા માટે કોઈ બંધન નથી?
મારા હૃદયને ધડકવા શા માટે કોઈ બંધન નથી?
મારી આંખોની પલકને શા માટે કોઈ બંધન નથી?
મારા સ્વપ્નાઓ પર શા માટે કોઈ બંધન નથી?
તું કહે છે એ બધું જ સાચું
તો પણ મારા આ વિચારોના વમળોને શા માટે કોઈ બંધન નથી?
તું શું ઈચ્છે છે જરા કહે?
મેં તો તારા પ્રેમમાં રહીને પણ તારા બંધનની કદર કરી
તારા બંધનમાં પણ મને ખુદને મુક્ત માની
ક્યારેક તારી પાસે દોડી આવવાનું મન થાય
તો ક્યારેક તારાથી દૂર જવાનું મન
આ પણ પ્રેમના આવેગોનું બંધન જ છે ને?
મારી માની આંખો સામે રહેલા ભગવાનને હું બધું જ કહી શકું છું
કારણ કે તે સંભાળતો નથી
સમાજને કહી શકાતું નથી
કારણ તે બરદાસ્ત કરી શકતો નથી
બધા બંધનો તો તૂટતા નથી
તો પણ હું ભાગું છું
મને ખુદને ચાહું છું, મારી આઝાદીને ચાહું છું
એટલે ગામથી ભાગું છું, સમાજથી ભાગું છું
પરિવારથી ભાગું છું
હું તને ચાહું છું
આમ છતાં હું તારાથી પણ દૂર ભાગું છું
માત્ર એક મારી આઝાદી માટે.
આ પ્રેમ અને આઝાદી વચ્ચે
હું થોડીવાર
તારા પ્રેમમય હૃદયમાં આઝાદી સાથે રહી શકું?
- ‘નવ્યાદર્શ’
Email : navyadarsh67@gmail.com
#Humour , #Love , #God , #emotions , #inspiration

Read More

#Kavyotsav2 #કાવ્યોત્સવ૨
Subjects : Love, emotions, inspiration
કલમ અને તું

મને ખબર છે
તારા પ્રેમની
એ ક્યારેય ઓછો નથી થવાનો
તો પણ હવે સમય આવી ગયો છે
તારા અને મારા વચ્ચે દૂરતાનો
મને ખબર છે
તારું સામે હોવું અને દૂર જવું કેટલું વસમું હોય છે
જ્યારે તારી આંખોને જોઉં છું.
વસમું હોય છે
જ્યારે તારા ગાલો પર હાથ રાખી
દૂર જવાનું કહેવું
તારા હાથોનો સ્પર્શ જ એવો છે
કે તેને ન છોડી શકાય.
તો પણ
આજે હું ચાહું છું દૂર જવા
શા માટે? મને ખબર નથી.
બસ એટલી ખબર છે
કે આજે નહીં તો કાલે
હું જઈશ તારી જિંદગીમાંથી
આજે હું છું તારી સાથે
અને સમજી શકું છું તારી વેદનાને
જાઉં એ પહેલાં જ તને બનાવવાં માંગુ છું હું
કે તું બને એક પથ્થર
શિલ્પ માફક ઘડી લઉં તને સુંદર રીતે
કોઈ જુએ તને તો પણ અહેસાસ ન હોય એને
કે હું નથી હવે તારી જિંદગીમાં
તો પણ
ચાહી શકું છું હું
આવી શકું છું હું
જઈ પણ શકું છું હું
કારણ મને ખબર છે
તારા હૃદયનાં દરવાજા ખુલ્લા જ હશે મારા માટે
એટલે તો જઈ શકું છું
અને તોડી શકું છું તારી જિદ્દને
આ વ્યસ્ત જીવનમાં ક્યારેક યાદ કરીશ તને
ક્યારેક તારા માટે લખવાનો ફરી પ્રયાસ કરીશ
કલમ અને તું
જાણે બંને એકરૂપ છો
હું કલમ ઉઠાવીશ, તું શબ્દ બનીને આવીશ ને?
- 'નવ્યાદર્શ'
#Poem #Love #Matrubharti #Bites

Read More

#કાવ્યોત્સવ૨ #Kavyotsav2
#Love #Emotions #Inspiration
ચશ્મા

એક દિવસ મારાથી એના ચશ્મા તૂટી ગયાં
જ્યારે મારી સાળીના પલાવનો હળવો જોક લાગ્યો ત્યારે
એના બે દિવસ પછી ફરી એના ચહેરા પર નવા ચશ્મા હતા
એ દિવસે એને મન ભરીને જોયો
કારણ કે, બે દિવસ તો એમની ચશ્મા વગરની આંખોથી બચતી રહી
રખેને જોવાઈ જાય તો ગુસ્સો જ ફૂટી નીકળે એનો
પણ એના નવા ચશ્મા એ એનો ગુસ્સો પીગળાવી દીધો હતો
ના ના
નવા ચશ્મા સાથેના મારા વહાલે
એનો ગુસ્સો ઉતારી દીધો હતો
એ દિવસે એ પણ દર્પણનો દીવાનો બન્યો હતો
જ્યારે ઘરે જતો તો મસ્તીખોર બાળકોના હાથોથી એમના ચશ્મા તૂટતાં
ત્યારે બાળકો સામે હસતો તે
ક્યારેક પોતાના જ હાથ અડવાથી જમીન પર પડી જતાં
ત્યારે ચશ્મા ના કાચ તૂટી જતા
તેમનું હૃદય પણ તૂટતું
આખરે એમણે
અનબ્રેકેબલ કાચ નંખાવ્યા
તો પણ ક્યારેક પોતાના હાથથી મારોડાય જતાં અને બટકી જતાં
આજે જ્યારે એ ચશ્મા પહેરી સામે આવે છે
હું સંભાળીને મુકી રાખું છું
આજે જ્યારે હું અરીસામાં મારા ચહેરાને જોઉં છું
અને તેમાં મારી આંખોને
ત્યારે ચશ્મા અંદરની તેની
ભોળી અને ભાવભીની આંખો તરી આવે છે મારી યાદોમાં
વારંવાર તૂટતાં હૃદયની એને આદત પડી ગઈ હતી
કદાચ એ હૃદય પણ એના ચશ્મા માફક
અનબ્રેકેબલ બની ગયું હશેને?
કે પછી કોઈએ એને પણ મારોડી નાખ્યું હશે?
મારું હૃદય એના અનબ્રેકેબલ ચશ્મા માફક હવે તૂટતું નથી
જીવનની વરવી વાસ્તવિકતાનો સ્વીકાર કરી
એક કદમ, બસ એક કદમ આગળ ચાલી ગઈ હતી
અનબ્રેકેબલ હૃદય સાથે
હવે જયારે ક્યારેક અતીતની વાટે જાઉં છું
ત્યારે તે મને ત્યાં જ મળે છે જ્યાં મેં એને છોડ્યો હતો
હવે તે પોતાના ચશ્માંને નથી સાચવતો
બસ એની બે ભોળી આંખો
શોધ્યે રાખે છે
ખાલી અને સુનસાન રસ્તાઓમાં, કે પછી ક્યારેક ભીડમાં
કે ક્યારેક કોઈ મળી જાય એને
ઘણીવાર વાસ્તવિકતા આગળ
સપનાઓ હારી જતાં હોય છે
પણ ઉમ્મીદ એની આંખોમાં આજે પણ
એવી જ હતી.
-- ‘નવ્યાદર્શ’

Read More

#kavyotsav2 .0 #કાવ્યોત્સવ૨ .૦ #ભાવનાપ્રધાન #પ્રેમ #લાગણી #પ્રેરણા
“અલવિદા, એ જિંદગી!”

હવે એનું નામ
મારી જિંદગીની કિતાબના પાનાઓમાં નથી
હું જીવું છું
મારી જિંદગી, સતત વ્યસ્તતામાં
જ્યાં મને મારા માટે જ કોઈ સમય નથી
આઝાદી?
એ કઈ બલાનું નામ છે?
મનને ગમતા કપડાં પહેરવાનું?
કોઈએ કહ્યું આ દુનિયાની નજર બહુ બુરી છે
જીન્સ, શર્ટ, શોર્ટ, ટોપ
અને પેલું મારું વહાલું બ્લેક ટીશર્ટ પણ
પહેર્યા વગરનું પડ્યું છે સાવ ઉદાસ
પણ મારી નજર હવે એ તરફ નથી જતી
હું ભૂલી ગઈ છું એ ખુશીને
જે એ કપડાં પહેરતા મારી આંખોમાં આવી જતી હતી
અને અરીસો હસી ઉઠતો હતો
આજે એ જ અરીસો જોતાં ઢળી પડે છે મારી આંખો
આમ તો હું કોઈનું સાંભળતી નહોતી
આજે હું મારી પ્યારી દીદાનું પણ સાંભળતી નથી
અને એના પત્રો એમ જ પડ્યા રહ્યાં છે
જાણે એના શબ્દો વર્ષોથી રાહ જુએ છે મારી
મને મારો જ સમય આજે નથી મળતો મારા માટે
મારી આંખોમાં ઘણીવાર આંસુ આવીને ચાલ્યાં જાય છે
કંઇક તૂટી ગયું છે અંદરથી
અને દુનિયા મને બહારથી સજાવે છે પોતાની રીતે
હું જેમ બદલું છું એમના કહેવાથી
ત્યારે એમની લાડલી બનતી જાઉ છું
પણ હકીકતમાં હું એક ઢીંગલી બનતી જાઉ છું
એક ખૂબસૂરત અને કહ્યાગરી ઢીંગલી
હવે આ ઢીંગલીને જોઇને દુનિયા ખુશ થાય છે
ઢીંગલી તો સદાય હસતી જ હોય છે ને?
એને ક્યાં ખબર હોય કે ખુશી શું અને દુઃખ શું
આઝાદી શું અને જિંદગી એ વળી શું?
આજે મારા કોઈ વિચાર નથી
ન જિંદગી છે
ન મારી પોતાની કહી શકાય એવી કોઈ ખુશી
થોડો સમય છે મારી આઝાદીનો
એ પણ આ દુનિયાને મેં આપી દીધો છે
એટલે આજે કોઈ વિચારો પણ મારા નથી
એનું નામ, એની યાદો
ક્યારેક આંખોમાં તરી આવે
અને હૃદયના ધબકારા થોડીવાર જાગી જાય
મને અહેસાસ કરાવે કે હું પણ શ્વસું છું
તમારી જેમ અને જીવું છું
પણ દુનિયાની નજર પડતાં જ હું ફરી હસી ઉઠું છું
તારું નામ
જો હવે મારી કોઈ કિતાબમાં નથી
કારણ કે,
આ જિંદગી પણ હવે મારી નથી
મારા મુખ પર સ્મિત છે,
આંખોમાં ખુશી
ઓગળી રહી છે મીણબત્તી માફક
એમની યાદોની સાથે આઝાદી
મારો હાથ હવામાં લહેરાય છે
તને, મને અને તારી યાદોને
“અલવિદા, એ જિંદગી!”
- ‘નવ્યાદર્શ’

Read More

“તરસ વધતી જાય છે

તારા વગર

તરસ વધતી જાય છે

તારું દૂર જવું

કેમ વસમું થઈ પડે છે?

તારું પાસે હોવું

ખૂશીની લહેર માત્ર

તને શું કહું?

ક્યારેય સમજીશ નહીં

કારણ કે,

તું સમજીશ તો

હું નાદાનિયત કોની પાસે કરીશ?”

‘નવ્યાદર્શ’

#poem

#matrubharti #bites #navyadarsh

Read More

“તારા ગયા પછીથી

જો કેવી ઊંઘ મને આવી

બહુ થાકી ગઈ હતી હો

આખા દિવસનું કામ

અને તારી લાગણીઓનો અહેસાસ

થાક અને અહેસાસ

મીઠી નીંદરની સાથે

લઇ ગયા હતાં મને તારા સ્વપ્ન પ્રદેશમાં”

‘નવ્યાદર્શ’

#Poem

#matrubharti

#bites

Read More

“આમ તો તને જોયાના દિવસો અને મહિનાઓ વીતી ગયા

તારી જુદાઈ મને લાવે છે વધુ તારી પાસે

સમજુ છું આજે હું ખુદ કરતાં પણ વધુ તને

કરી ભૂલો ઘણી બધી તોય ક્યાં તું બદલાયો

એટલે જ તો હું ખુશ છું

કે તું ભલે હો દૂર, તો પણ છે તું મારો જ એક અહેસાસ.”

#’નવ્યાદર્શ’

#Poem

#Matrubharti #Bites

Read More

“તારી સાથેનો સમય ક્યારે વીતી ગયો કંઈ ખબર જ ન પડી

ચલ આ નવા વર્ષને પણ વધાવી લઈએ

જો જે હો ભુલાઈ નહીં, વર્ષ નવું છે માર્ગ નહીં

તારો દરેક માર્ગ હું છું

જયારે પસાર થઈશ ઓ રાહી!

મળીને તો જઈશ ને?

ચાલ ચાલીએ નવા વર્ષમાં પણ ફરી એક વાર આપણે સાથે

આપણાં જ ભુલાઈ ગયેલાં માર્ગમાં….”

#નવા વર્ષના સૌને વર્ષાભિનંદન.

-#‘નવ્યાદર્શ’

#Poem

Read More