કાર્ય સિદ્ધ થશે કે નહીં તે વિશે શંકા હોય ત્યારે કાર્ય શરૂ ન કરવું એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે, પણ એક વાર કામ શરૂ કર્યા પછી તો આરંભાયેલા કામને પૂરું કરવું એ જ સર્વસ્વ હોવું જોઇએ. પ્રારંભ કરશો તો તમારો હાથ જ સ્વયં ભગવાન છે, તે દરેક કાર્યો કરવા સમર્થ છે. જરૂર છે માત્ર તે કાર્ય માટે ડગ માંડવાની. કાર્યને સફળ કરવા વચનબદ્ધતા, દૃઢ વિશ્વાસ અને ધૈર્ય તમારા વ્યક્તિત્વમાં લાવો. મહાન સિદ્ધિ ત્યારે જ મળે જ્યારે તમે નાનાં નાનાં કામને પણ મહાન કામની રીતે કરતા હોય. કાર્ય, પરિશ્રમ, સફળતા, મહાનતા અને સન્માન બધું તમારી અંદર જ છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે કયું કાર્ય કરવાથી શ્રેષ્ઠતા મળશે.
copy FB MSG