Gujarati Quote in Song by Amita Patel

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગમતીલા સપનાં નો દડો કોકે ઉછાળ્યો
ને કૂદી ને આપણે તો ઝટ કરી લીધો કેચ
.... આપણને તો પડી ગઈ મોજ !

રજનીગંધા ના ફૂલો એ પાથરી ચાદર
ને આપણે તો શ્વાસ માં ભરી લીધી મહેક
....આપણને તો પડી ગઈ મોજ !

મોર એ મારા આંગણે આવી ને ટહુકો કીધો
ને ચાંદ પર થી ચકલી એ મને કર્યું વોટ્સએપ
....આપણને તો પડી ગઈ મોજ !

સ્વપ્ન લોકમાં વિહરું વગર પાંખે હું
ને પરીઓ મને સુવાડે તારલા ની સેજ
....આપણને તો પડી ગઈ મોજ !
.
.
.
ઓફિસ નો બેલ વાગ્યો, બૉસ નો કર્કશ અવાજ
ને ઉડી ગઈ ,ઊંઘ સૂતેલી, માથું ઢાળી મેજ
.....આપણી તો પૂરી થઈ ગઈ મોજ !!!

Gujarati Song by Amita Patel : 111063050
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now