..........#....... ઊંઘ શા માટે???.....#....(ભાગ-૨)
તમે જાગૃતપણે “કઈ નહી હોવાનું” પસંદ કરી શકો છો,તમે તમારી જાતને કોઈ પણ પ્રકારનાં લેબલ લગાવવાથી પરે જઈ શકો છો.જયારે કોઈ વ્યક્તિ તમને નકારાત્મકતા કે ટીકા આપતું હોય,ત્યારે તમારે તે નહિ સ્વીકારવાનું તમને યાદ અપાવી શકો.
જેવી રીતે એક ટીપું સમુદ્રમાં પડ્યા પછી એ હવે ટીપું નહિ રહેતાં સમુદ્ર બની જાય છે,એ જ રીતે સુતી વખતે,તમારી, તમારા અસ્તિત્વની,કે તમારા સ્વપ્નાઓની કોઇ શરૂઆત કે કોઈ અંત નથી હોતા.જયારે તમે જાગતા હોવ ત્યારે તમને જે લેબલ લાગેલાં હોય છે,એનાંથી હવે તમે ઊંઘ દરમ્યાન સીમિત નથી રહેતાં.ઊંઘમાં તમે એક અનંત અવકાશમાં જાવ છો,જે તમારો અસલ સ્વભાવ છે,તમે અશક્ય લાગતાં સ્વપ્નાઓ જુઓ છો,અને તમે એને હકીકતમાં અનુભવો છો.જેવા તમે જાગો છો કે તરત જ તમારો અહં તમારી જાગૃતીની સપાટી ઉપર આવી જાય છે અને સાબિતી! તમારી આંતરિક શાંતિ અને સ્વપ્નોની દુનિયા એવી રીતે અદ્રશ્ય થઇ જાય છે કે જાણે ક્યારેય એનું અસ્તિત્વ જ નહોતું.
આ છે આપણી ઊંઘ માટેનું કારણ....
તો મિત્રો ચાલો આજ જરા અલગ રીતે ઊંઘીયે....
જય ભોળાનાથ....
હર હર મહાદેવ....શુભરાત્રી... ઊંઘરાત્રી...