ગમે તેટલો ખરાબ સમય આવે પણ આ એક વસ્તુ ને મૂકતા નહીં.
સમય એ એવી વસ્તુ છે જે દરેક માણસને રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી શકે છે. દરેક લોકોની જિંદગીમાં સારો અને ખરાબ બંને સમય આવતો હોય છે, અને સમય જ છે જે માણસને જિંદગીના અને પડાવોથી રૂબરૂ કરાવે છે. જીંદગીમાં જો સમય એક સરખો હોત તો કોઈપણ માણસને જિંદગી વિશે કદાચ થોડું જ્ઞાન મળે.
તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ખરાબ સમયમાં આ ન કરવું જોઈએ તે ન કરવું જોઈએ પરંતુ સાથે સાથે ખરાબ સમયમાં હોવ તો એક વસ્તુ પણ છોડતા નહિ, અરે માત્ર ખરાબ સમયમાં જ નહીં પરંતુ જિંદગીભર આ વસ્તુને ન છોડવી જોઈએ. તમને કૂતુહલ થતું હશે કે આ કઈ વસ્તુ ની વાત કરી રહ્યા છીએ. ચાલો જાણીએ એક પ્રેરણા દાયક વાર્તા દ્વારા.
એક વખત એક રૂમમાં ચાર મીણબત્તીઓ સળગી રહી હતી, તે ચારેય એકબીજા સાથે વાત કરી રહી હતી. તેમાં એક મીણબત્તી એ કહ્યું કે હું શાંતિ છું, હું આ દુનિયામાં રહેવા માંગતી નથી. કારણકે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ હાહાકાર મચી ચૂક્યો છે, અને જ્યાં જુઓ ત્યાં લૂંટ થઈ રહી છે. આટલું કહીને થોડીવાર પછી તે બુઝાઈ ગઈ.
એટલે થોડા સમય પછી બીજી મીણબત્તી બોલી કે હું વિશ્વાસ છું, આજના સમયમાં લોકો એકબીજા ઉપર વિશ્વાસ કરતા નથી. અને મને લાગે છે કે આ દુનિયામાં હવે વિશ્વાસની કોઈ કિંમત કે જરૂરત નથી, આથી હું આ દુનિયામાંથી જાઉં છું. આટલું કહીને તે મીણ બતી પણ બુઝાઈ ગઈ.
એટલામાં ત્રીજી પતિએ કહ્યું કે હું પ્રેમ છો. આજકાલ લોકો પોતાના કામમાં અને વ્યસ્ત જિંદગીમાં એટલા મશગૂલ રહે છે કે એકબીજા માટે કોઈની પાસે આજે સમય નથી. લોકો એકબીજાને સાચી રીતે પ્રેમ કરવાનું જ ભૂલી ગયા છે, અને માત્ર સોશિયલ મીડિયામાં જ પ્રેમ જોવા મળે છે. આથી હું પણ આ દુનિયામાંથી જાવ છું. આટલું કહીને તે પણ બુઝાઈ ગઈ.
પરંતુ આ ત્રણે મેળ બત્તીઓ બુજાઈ ગઈ હોવા છતાં ચોથી અડીખમ ઉભી હતી, એટલામાં જ એક વ્યક્તિ તે રૂમમાં આવ્યો.
તેને તરત જ ચોથી ને પૂછ્યું કે આ ત્રણ કઈ રીતે બુઝાઈ ગઈ? તે મીણ બતી એં આખી વાત પેલા માણસને કહી. તો એ વ્યક્તિએ પૂછ્યું કે તો પછી તું શું કામ હજી સુધી બળી રહી છે. ત્યારે તે મેળવીએ જવાબ આપ્યો કે હું આશા છું. હું છેલ્લે સુધી બળીશ. એટલું જ નહીં મારા બળથી હું આ ત્રણને પણ પાછી પ્રગટાવી શકીશ.
આ ભલે એક કાલ્પનિક વાર્તા હોય પરંતુ આપણે સમજવાનું એટલું જ છે કે જિંદગીમાં ગમે તેવા સંજોગો આવી જાય તો પણ ક્યારેય હિંમત અને આશા ન હારવી જોઈએ. કારણ કે જે દિવસે માણસ આશા ખોઈ બેસે છે, તે દિવસથી તેના સફળ થવાની શક્યતા રહેતી નથી. અને જ્યાં સુધી આશા તમારી સાથે હોય, તો ગમે તેટલા વિઘ્નો આવે પણ સફળતા મળવાની પુરેપુરી શક્યતા રહે છે.
#સમય #આશા