Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઢગલાબંધ વચનો આપનાર હવે શરમ કરો.
વચનભંગમાં સદા હોશિયાર હવે શરમ કરો.

ભાષણે શૂરા પણ વ્યવહારે સાવ છો અધૂરા,
ખોટું બોલનારાઓના સરદાર હવે શરમ કરો.

સ્વાર્થ સાધકને સદા તમારો કપટી વ્યવહાર,
પ્રજાને હરહંમેશને છેતરનાર હવે શરમ કરો

નહિ ભૂલે પ્રજા તમને મધલાળ આપનારને,
ખોટું આખરે કેટલું હો ટકનાર હવે શરમ કરો.

કર્યાં તાગડધિન્ના કેટલાં પ્રજાતણા પૈસાથી,
જનતા જનાર્દન નહીં ભૂલનાર હવે શરમ કરો.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111062627
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now