પયગામ પરિવર્તનનો આપે છે સમય.
તાલમેલના ધોરણ સ્વીકારે છે સમય.
એકવિધતા નથી પસંદ ખુદ કુદરતને,
સૂર, શશી,ૠતુને બદલાવે છે સમય.
'નદી નાવ સંજોગ' જીવન જીવવું પડે,
અનુકૂલનની અદા શીખવાડે છે સમય.
પામે છે પરિવર્તન વિજય વરનારાઓ,
નિયમની જડતાને એ હરાવે છે સમય.
ભિન્નતાને પ્રાકૃતિક પસંદગી સાખ પૂરે,
ડાર્વિનના મુખે સત્ય બોલાવે છે સમય.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '