Gujarati Quote in Questions by Chaitanya Joshi Deepak Porbandar

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વૃદ્ધાશ્રમને સાવ બંધ કરી શકાય શું આ શક્ય છે?
એ માબાપને પુનઃ ઘરે લાવી શકાય શું આ શક્ય છે?

જીવન પ્રમાણિકતાથી જીવી શકાય શું આ શક્ય છે?
ખોટી દુનિયામાં સાચું વર્તી શકાય શું આ શક્ય છે?

જોહૂકમી સત્તાની નિવારી શકાય શું આ શક્ય છે?
' જીવોને જીવવા દો ' આચરી શકાય શું આ શકય છે?

કોઈની વૈખરી સામે પરા ઉચ્ચારી શકાય શું આ શક્ય છે?
અપકારનો બદલે ઉપકાર કરી શકાય શું આ શક્ય છે?

નિવૃત્ત જવાનને દેશની ધુરા સોંપી શકાય શું આ શક્ય છે?
શહીદની જનેતાથી ધ્વજ ફરકાવી શકાય શું આ શક્ય છે?

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Questions by Chaitanya Joshi Deepak Porbandar : 111061677
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now