આજે વરસી વાદલડી અનરાધાર,
મનડુ હવે હરખાય વારંવાર !
મીલનની ઘડી હતી રળીયામણી,
જીવનઆશ દેતી ગઈ એ કામણગારી !
હતા બંધન છતા મુકત હતા,
મુકતતા ને પણ અમુક બંધન હતા,
સમય ના પણ અમુક બંધન હતા,
જન્મારાની યાદો બાંધવા પૂરતા હતા !
આપ્યો એણે એવો તો હાથો માં હાથ,
જાણે અમે મંગળીયા ફરયા સાથસાથ !
વિદાયની વેળા પલમા આવી ગઈ,
પ્રેમ શું કહેવાય શીખાવતી ગઈ....