આવ તું મારે આંગણે સદા આવકાર મારો.
તારા આગમનની અપેક્ષાએ સ્વીકાર મારો.
કેટકેટલો ગયો સમય વીતી રાહ જોવામાં,
ધીરજની પરાકાષ્ઠાએ સદા સત્કાર મારો.
ધડકનો પણ રહી છે ઝંખી મિલનોત્સુક થૈ,
તને પામીને શણગારવાનો અધિકાર મારો.
દિલ દર્દીલું બની ઝંખતું અવિરત કેટકેટલું,
દુગ્ધા દિલની વામવાનો તું ઉપચાર મારો.
ધન્ય ધન્ય બની જશે એ પળ જિંદગીમાં,
સાફલ્ય લાધશે જીવનનુંને અવતાર મારો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '