સરળ શબ્દોમાં લખાયેલી આ ગઝલ માં બહુ મોટી ફિલસૂફી
સમાયેલી છે પ્રથમ શેર
"જબ કોઈ ફૈસલા કિજીએ
દિલ સે હી મસવરા કિજીએ"
માં શાયર આત્મા ના અવાજ ને સાંભળવા ની વાત કરે છે આપણો નિર્ણય આપણે જ લેવો જોઈએ કેમ કે અપવાદ ને બાદ કરતાં મોટા ભાગ ના સલાહકાર નો નિર્ણય આપણને યોગ્ય માર્ગ બતાવતા નથી
બીજો શેર એ મારો સૌથી પ્રિય શેર છે
"લેકે પહેચાન અપની અલગ
સાથ સબકે રહા કિજીએ "
અહીં શાયર વ્યક્તિત્વ વિકાસ ની બહુ મોટી વાત કરે છે ગાડરિયા પ્રવાહ ને બદલે તમારી ખુદની એક image બનાવો કેટલો સુંદર શેર છે
'
અને બધા સાથે હળીમળી તો રહોજ
ત્રીજા શેર માં કવિ અલગ પણ ખૂબ સુંદર વાત કહે છે ગઝલ ની આજ તો મજા છે
"વક્ત સે હારના મૌત હૈ
વક્ત કા સામના કિજીએ"
કોઈ પણ પરિસ્થિતી માં હાર માની લેવી મૃત્યુ બરાબર છે
અને અંતિમ શેર માં કવિ કહે છે દરેક વખતે મુલાકાત શક્ય ન હોય તો મીઠા સ્મરણો માં રહો પઝેસિવ ને બદલે થોડા
સમજદાર બનવાનું કવિ કહે
છે
ગર મુલાકાત મુનકીન નહિ
યાદ હી કર લીયા કિજીએ"
ગઝલ ફક્ત ચાર શેર ની છે ભારેખમ ઉર્દુ શબ્દો કે ન સમજાય તેવી ગુજરાતી સાહિત્ય ની કેટલીક. રચનાઓ ને સ્થાને આવી ગઝલો કે ગીતો પાઠય પુસ્તક માં મુકવા જોઈએ આ ગઝલ ચંદનદાસે તેના અવાજ બહુ સુંદર રીતે કમ્પોઝ કરી છે
ગઝલ કાર પયામ સઈદી એ કેટલાક. સુંદર ફિલ્મ ગીતો પણ લખ્યા છે
ફિલ્મ ગીતો -ગઝલો માં પણ કાવ્ય તત્વ હોય છે
આ પ્રકાર ના ગીત -ગઝલ ના વિચાર વિસ્તાર જો આપને પસન્દ હોય તો
like કરો
આકાશ પટેલ -9879418306