મને શબ્દો સાથે ની પ્રીત છે,
કોઈ કહે આ તે કેવી રીત છે?
મૂંગા હોઠો ને કોઈ નથી પૂછતું,
એટલે મેં જાણ્યું આજ મીત છે.
આવે છે સહુ શબ્દો થકી મારા,
જાય લઈને હોઠે એવા તો ગીત છે.
ન બોલવામાં નવ ગુણ સાચ્ચા,
તોય છતાં બોલે એની જીત છે.
મને શબ્દો સાથે ની પ્રીત છે,
કોઈ કહે આ તે કેવી રીત છે.?
Dp,"પ્રતીક"