તું છોડી મત જા...
ખામોશ રહ્યો છું હું તારી ખુશી માટે,
દુઃખી કરીને મને તું છોડી મત જા.
રાહ તારી મે હમેશા ફૂલોથી ભરી,
કંટક રૂપી ભેટ આપી તું છોડી મત જા.
હર એક પળ પથ્થર જેવો લાગશે મને,
આવા કપરાં ચઢાણ પર તું છોડી મત જા.
યાદ રાખવા તને ઈશ્વરને હું ભુલ્યો,
સ્મરણ રાખવા એનું તું છોડી મત જા.
ખામોશી રડી પડશે આ કલમ તમારી યાદમાં,
અધૂરી ગઝલ મુકીને તું છોડી મત જા.
?ખામોશી?