કદાચ તને ના ગમે સ્વભાવ મારો.
જરુર ભીંજવશે તને ભાવ મારો.
છું તારા બળે હું ઝાકમઝોળ હરિ,
બાકી ક્યાં છે બધેય પ્રભાવ મારો.
છે ભાવ ભૂખ્યો તું ભગવંત ભારી,
તને ભજવામાં જીવન લ્હાવ મારો.
સાવ એવું નથી મને જ સાલે કમી,
તનેય હરિવર સાલશે અભાવ મારો.
પ્રેમપાશે લઈશ બાંધી પ્રિયતમ તને,
એમાં જ સફળ થવાનો દાવ મારો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '