#ગામના #ભાગોળે
બેઠો વિશાળ વડલો ગામના ભાગોળે
જૂની યાદો ને જુના શમણાં વાગોળે
કિલકીલાટ કલબલાટ પંખીઓની વાતું
સંભારીને વાટે ઉભો આંખો ચોળે
ગોવાળો ખેડૂતો બાવલિયા ની જમાતુ
ગયા ક્યાં બેસતા જે વળી ટોળે
બેઠો વિશાળ વડલો ગામના ભાગોળે
જૂની યાદો ને જુના શમણાં વાગોળે
વાગતા ઢોલ બૂંગિયા ને વાગતી શરણાઈ
સુના થયેલ સુરો એ વાતોને ફંગોળે
વાટ જુવે એ કોમળ પનિહારીઓની
જે રહી ઉભી કૂવે પાણીડાં ઝબોળે
વર્ષોના વર્ષો ગયા ને વીત્યા કંઈક વાણા
જોઈ રહ્યો અડીખમ ઉભો એક પાળે
જોયા પસાર થતા બધા સારા નરહા ટાણા
કરું શુ #રાહ આ યાદો મુજ હૈયા બાળે
બેઠો વિશાળ વડલો ગામના ભાગોળે
જૂની યાદો ને જુના શમણાં વાગોળે
રચિત : રાહુલ મહેતા રાહ