Quotes by Ràhul Mêhtã in Bitesapp read free

Ràhul Mêhtã

Ràhul Mêhtã

@rahulmehta


#ગામના #ભાગોળે

બેઠો વિશાળ વડલો ગામના ભાગોળે
જૂની યાદો ને જુના શમણાં વાગોળે

કિલકીલાટ કલબલાટ પંખીઓની વાતું
સંભારીને વાટે ઉભો આંખો ચોળે
ગોવાળો ખેડૂતો બાવલિયા ની જમાતુ
ગયા ક્યાં બેસતા જે વળી ટોળે

બેઠો વિશાળ વડલો ગામના ભાગોળે
જૂની યાદો ને જુના શમણાં વાગોળે

વાગતા ઢોલ બૂંગિયા ને વાગતી શરણાઈ
સુના થયેલ સુરો એ વાતોને ફંગોળે
વાટ જુવે એ કોમળ પનિહારીઓની
જે રહી ઉભી કૂવે પાણીડાં ઝબોળે

વર્ષોના વર્ષો ગયા ને વીત્યા કંઈક વાણા
જોઈ રહ્યો અડીખમ ઉભો એક પાળે
જોયા પસાર થતા બધા સારા નરહા ટાણા
કરું શુ #રાહ આ યાદો મુજ હૈયા બાળે

બેઠો વિશાળ વડલો ગામના ભાગોળે
જૂની યાદો ને જુના શમણાં વાગોળે

રચિત : રાહુલ મહેતા રાહ

Read More

ઉરમાં આવે
ઉભરો ને
ખીલે
સુગંધી ફૂલ

મહેકાવે સૌને
મહેકથી
ધન્ય છે
માં ભોમની ધૂળ

✍?:- રાહુલ મહેતા #રાહ

થયો છે! ઘાયલ ભેરુ ભીતરનો

કોઈ છે વૈદ્ય?

કાઢે આ ઘાતક એરૂ
અંતર નો

✍? : રાહુલ મેહતા

જ્યારે સાતેય કોઠે સદાય
ક્ષમાં કરવાની ભાવના જાગૃત થાય
એજ સાચી દિવાળી
(રાહુલ મહેતા)

આપ સહુને દિવાળી ની ખૂબ ખૂબ શુભકામનાઓ

Read More

હાયકુ

મળી સૌ મિત્રો
જૂની યાદો વીસારે
એ બાળપણ

રચિત : રાહુલ મહેતા

ઘૂઘવે છે સમદર દિલમાં દુઃખોનો છતાં મુખે સ્મિત રાખું છું

મારા હોવા છતાં ઘણા નથી મારા તોય બધાનું હિત રાખું છું

સ્વાર્થ માટે ચાહનારા મળ્યા ને મળે જો હજુ તોયે સદાય પ્રીત રાખું છું

જિંદગી ની આ હરીફાઈમાં સૌની માટે સદાય જીત રાખું છું

હોય રાહ સ્વાર્થી, કપટી,કે લુચ્ચાં તોયે સદા પ્રેમની જ રીત રાખું છું

રચિત : રાહુલ મહેતા (રાહ)

Read More

કેવી આ જુદાઈ છે

રહી શકુંન તુજથી એક પળ પણ દૂર કેવી આ જુદાઈ છે.
થયુ છે દિલ કેવું મારુ આ મજબૂર કેવી આ જુદાઈ છે.

હજારો સવાલો ની વચ્ચે ખોવાયુ નૂર કેવી આ જુદાઈ છે.
પ્રેમ ની કઠોર પરીક્ષામાં નિર્ણાયકો છે ક્રૂર કેવી આ જુદાઈ છે.

રહી ન શકયે સાથે એ જાણીને આયુ ઘોડા પુર કેવી આ જુદાઈ છે.
સુખ ને દુઃખ રૂપી આફતે મુને લાગે તારી જરૂર કેવી આ જુદાઈ છે.

કદી કરતો નહીં પ્રેમીને જુદા એ હજુર કેવી આ જુદાઈ છે.
હજુયે દરેક ક્ષણે રાહ ને તારી જરૂર કેવી આ જુદાઈ છે.

રચિત : રાહુલ મહેતા (રાહ)

Read More