#પસંદ
પુરુષ ની પહેલી પસંદ સ્ત્રી હોય છે,
અને સ્ત્રી ની પહેલી પસંદ એની ઈચ્છાઓ.
સ્ત્રી ની ઈચ્છાઓ ક્યારેય પૂર્ણ થતી નથી,અને પુરુષ ને સ્ત્રી ક્યારેય મળતી નથી.
અને એના કારણે શરૂ થાય છે,વાદ વિવાદ,શંકા કંકાસ,ક્રોધ ઈર્ષા,અને સાચ્ચા અને ખરા સંબંધો બંધાતા નથી,અને બાંધેલા સંબંધો વધુ ચાલતા નથી.
આવા વિચારો ધરાવતા પતિ પત્ની સાથે રહે તો છે ખાલી વ્યવહાર નિભાવવા પૂરતા પણ એમની વચ્ચે સંબધ હોતો નથી હોય છે તો બસ ખાલી ફોર્માલિટીસ જરૂરિયાત પુરી પાડતો સંબધ.
દરેક ને મનગમતું થાય એ જરૂરી છે,પણ એ મનગમતું મન મેળ વાળું હોય તો જ ફાયદા કારક છે બાકી,એક બીજા ની પસંદ સહુ ને ગમતી નથી હોતી,દરેક ની અલગ અલગ પસંદ અલગ ઈચ્છા ઓ હોય છે.
પણ જો એકબીજા ની ની પસંદ ને પોતાની પસંદ બનાવી રાખો ને તો મન ક્યારેય લોભી ન થાય અને તમારા જીવન માં ગૂંચવણ નો થાય.
મન નું કહ્યું કરવું જરૂર પણ મન ને વધુ ખુલવા ના દેવું આજ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે,જીવન માં અને સંબંધો માં.
Dp,"પ્રતીક"
???????????