*રસ્તો*

રસ્તો ભલે હો લાંબો,
તું એક એક ડગ ભર !
મંઝિલની તલાશમાં,
તું આમ જ આગળ વધ !

પથરાળો હોય રસ્તો,
તો સંતુલન રાખી વધ !
કાંટાળી ડગર માં,
મજબુત ઈરાદો રાખી વધ !

ઠોકર જો વાગે,
તો સ્થિર થઈને તું વધ !
આવશે ઘણા જ રોડા,
એને પાર કરીને વધ !

ખુદની જ ભૂલમાંથી,
બોધ લઈને તું વધ !
રસ્તો બંધ લાગે,
તો એ બદલીને તું વધ !

તારી મંઝીલને તારો,
ધ્યેય બનાવીને વધ !
સંકલ્પ સિદ્ધિની તલાશમાં,
તું યોગ્ય રસ્તે આગળ વધ !

-- રામ ભરવાડ

Gujarati Shayri by Ram Bharvad : 111060578
ધબકાર... 8 year ago

રચનાઓ ચોરી કરશો નહીં..

Shefali 8 year ago

share j કરવી હોય તો એનું નામ તો લખો

Shefali 8 year ago

pan aam bija ni રચના પોતાના નામે કરવાની...

Ram Bharvad 8 year ago

આપી દિધિ સિસટર

Shefali 8 year ago

ખૂબ સરસ રામ ભાઈ...લાઈક આપી હતી કે નહિ મારી આ રચના ને?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now