@કાચબો કે કર્મયોગ...???
આજે સવાર સવારમાં એક પુસ્તક વેચનાર મિત્રની પુસ્તકની દુકાને જવાનું થયું... અલગ અલગ વિષયો પરના પુસ્તકો જોયા જેમાં મોટા ભાગના પુસ્તકો ધાર્મિક અને વાસ્તુશાસ્ત્ર પરના હતા. થોડા પુસ્તકો વિશે એની સાથે ચર્ચા થઈ. દલીલો થઈ તર્ક વિતર્ક થયા ત્યાં મારી નજર એને દુકાનમાં વેચવા એર્થે મુકેલ પથ્થર પર કોતરેલ કાળા રંગના કાચબા પર પડી...
અજાણ્યા થઈ મેં પૂછ્યું: આ શું છે ?
મિત્રએ ઉત્સાહમાં આવી જવાબ આપ્યો : આ વાસ્તુશાસ્ત્ર મુજબ બનાવેલ વાસ્તુ કાચબો છે. એ ખૂબ શુભ ગણાય છે.... ઘરમાં રાખવાથી સમૃદ્ધિની સરિતા નહિ પણ સાગરો છલકાઈ ઉઠે છે...
અને મેં સામો વેધક પ્રશ્ન કર્યો : એનો અર્થ એ કે આ કાચબો ઘરમાં રાખી દેવાનો અને પછી સુઈ જવાનું. સમૃદ્ધિ તો આવે જ જવાની છે ને...!!!
અને મિત્રએ જવાબ આપ્યો : એવું ના હોય... મહેનત તો કરવી પડે ને...
તો મેં કહ્યું "તો પછી આમ વાયા વાયા સફળતા સુધી પહોંચવું એના કરતાં સીધીજ સફળતા માટે મહેનત કરીએ તો...!!!
... અને એ મારી સામે જોઇજ રહ્યો...
- અલ્કેશ ચાવડા 'અનુરાગ' (શંખેશ્વર)