થોડું મળે તો પણ જીવાય છે ,
આમ આંખ બંધ કરી ક્યાં બેસી જવાય છે ...
આજે જૂના દોસ્ત મળ્યા હતાં રસ્તા માં ,
પણ,હવે પહેલાં જેવું ક્યાં ગળે મળી ને રડાય છે ...
લખોટી, પકડદાવ ને સંતાકૂકડી રમવા માં મોટા થઈ ગયા ,
હવે " તારો થપ્પો " કહી દિવાલ તરફ ક્યાં દોડાય છે ...
હવે તો ખુલ્લી આંખોના સપના ને પૂરા કરતાં થઈ ગયા ,
બંધ આંખે તો હવે સપના જ ક્યાં દેખાય છે ...