ડગમગતા કદમો ને સહારો મળી ગયો જ્યારે એને કિધું હું છુ ને
થાકેલી આશા ને વિસામો મળી ગયો જ્યારે એને કિધું હું છુ ને
મતલબી મહેફીલમાં નિઃસ્વાર્થ સાથ મળી ગયો જ્યારે એને કિધું હું છુ ને
આંસુ ઓ ને પણ રૂમાલ મળી ગયો જ્યારે એને કિધું હું છુ ને
આ કવિ ના શબ્દો ને પણ આધાર મળી ગયો જ્યારે એને કિધું હું છુ ને
- કવિતા પટેલ