વૈખરી સામે પરા ઉચ્ચારું, હું આવો કેમ ?
કોઈને કદી નાનો નહીં ધારું,હું આવો કેમ?
છોને કોઈ કરે અપકાર મુજ પર દ્વેષ રાખી,
એના પર ઉપકારનું વિચારું હું આવો કેમ ?
કરે કોઈ મારી લાખ બૂરાઈ કાદવ ઉછાળી,
એની પણ કદી નિંદા ન કરું હું આવો કેમ ?
પીડા કોઈની દેખીને થાઉં દ્રવીભૂત અંતરથી,
એને હું સહાય કરવા સ્વીકારું હું આવો કેમ ?
ડગલે પગલે બીજાનું વિચારી આગળ વધુ,
કદી ન ચહું વિચારવાનું મારું હું આવો કેમ ?
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '