તું છો હરિ વિશ્વાસ મારો.
તું છો હરિ અભ્યાસ મારો.
હરપળ સામીપ્ય મને તારું,
તું છો હરિ સહવાસ મારો.
હરશબ્દ તારી સ્તુતિ હરિ,
પછી જિંદગી પ્રવાસ મારો.
પૂરી દઉં જીવનમાં રંગ તારો,
તું છોને હરિવર ખાસ મારો.
મનમંદિરે માધવ બિરાજતા,
ના વધારું પછી વ્યાસ મારો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '