સાળીને સાડી લઈ દીધી તો મુશ્કેલી ઊભી થઈ ગઈ.
ઘરવાળીએ રે કેવી કીધી તો મુશ્કેલી ઊભી થઈ ગઈ.
સેક્રેટરી સાથે આવી ઓફિસેથી મારા ઘરના આંગણે,
ગયા પછી શંકાઓ વધી તો મુશ્કેલી ઊભી થઈ ગઈ.
બેસતા વરસે સામે મળી સહપાઠી મારી કોલેજકાળની ,
' હાય ' કીધુંને ' લ્હાય ' લાગી તો મુશ્કેલી ઊભી થઈ ગઈ.
માતા સાથે થયો ઝઘડો મારી સહધર્મચારિણીનો કેવો !
આવતાવેંત માતાને સાચી કહી તો મુશ્કેલી ઊભી થઈ ગઈ.
લખી કવિતાને પછી દીધું શીર્ષક ' મારી પ્રિય કવિતા '
ગૃહલક્ષ્મીએ એ લીટી વાંચી લીધી તો મુશ્કેલી ઊભી થઈ ગઈ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '