જ્યારે માનવતા ખૂટે છે ત્યારે પેપર ફૂટે છે.
જ્યારે પ્રમાણિકતા ડૂકે છે ત્યારે પેપર ફૂટે છે.
એક બાજુ લાલચને બીજી બાજુ પૈસો છે,
પૂજારી પૈસાના જ્યાં લૂટે છે ત્યારે પેપર ફૂટે છે.
તોડી કતારને આગળ આવવાનો મકસદ હો,
ગાંધી વૈદ્યનું સૈયારું એકઝૂટે છે ત્યારે પેપર ફૂટે છે.
ભ્રષ્ટાચારનો ભોરિંગ જ્યારે કર્મપથને ડંખે,
સત્વ માણસમાંથી જ્યારે ઘટે છે ત્યારે પેપર ફૂટે છે.
સાચા પરીક્ષાર્થી થૈને નિરાશ પછી માથું કૂટે છે,
એનાં દિલ પછી કેવાં કેવાં તૂટે છે ત્યારે પેપર ફૂટે છે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '