ખોઈ ચુક્યો છું
એ આશ અંતિમ,
હતો જે વ્યક્તિ અંતિમ,
હતી તેના પર બધી આશ
જઇ ચુક્યો છે તે છોડીને
મારી અંતિમ આશ,
તૂટી ચુક્યો છે વિશ્વાસ
નથી રહ્યો એ જોમ,
સમજાતું નથી કઈ
કરવું જોઈએ શું
ખોવાઈ ગયો છું
તૂટી ચુક્યો છું,
હતી શું ભૂલ મારી
શોધી રહ્યો છું જવાબ,
શું મળશે મને જવાબ ?