#હૂઁ કોણ?
નાનકડા બાળક જેવી સરળ હૂઁ...?
કે અધૂરા કોયડા જેવી ગૂંચવાયેલી હૂઁ...?
છાયદા માં સંતાયેલી લપાયેલી હૂઁ...?
કે તડકા ના ટુકડાઓ થી શણગારેલી હું..?
સુંક્કાં પાંદડા જેવી સાવ વિખરાયેલી હૂઁ....?
કે મોતી ની સુંદર માળા માં પરોવાયેલી હૂઁ..?
આકાશ ની ઊંચાઈ થી અંજાયેલી હૂઁ...?
કે દરિયા ની ઊંડાઈ માં ડૂબાએલી હૂઁ...?
ઉઘડેલી પુસ્તક ના પાના જેવી હૂઁ..?
કે વર્ષો થી બઁધ દરવાજા ના તાળા જેવી હૂઁ..?
અરીસા માં દેખાતી વાસ્તવિકતા હૂઁ?
કે રણ માં દેખાતા ઝાંઝવા જેવી હૂઁ..?
અધૂરા કાવ્ય ની છેલ્લી પંક્તિ જેવી હૂઁ?
કે પુર્ણ થયેલી વાર્તા નૉ અંતિમ બોધપાઠ હૂઁ?
ઉતરતી ચઢતી જીંદગી હૂઁ?
કે મૃત્યુ પેહલા નૉ અંતિમ શ્વાસ હૂઁ?
હૂઁ કોણ?