હાઈકુ
ક્ષિતિજે ચૂમે
આકાશ ધરતીને
અનોખી પ્રીત !
* * *
ઝીલતી ભાર
કેટલો, ફરિયાદ
છે ધરતીને?
* * *
તપતી ધરા
મલ્કે અષાઢે, આશા
જીવંતતા ની!
* * *
વિકાસ કાર્યે
નિકંદન વૃક્ષોનું
રડે ધરતી
* * *
માનવ રચે
વમળો સ્વાર્થ કાજ
ધરાનું ઋણ?
* * *
દુકાળ આવ્યો
ધરતી પર,નવો;
'સંવેદના' નો!
- તન્વી કે ટંડેલ