# તારી યાદ #
હાથમાં મેનુ હોય અને કોઈ અેક તારી મનપસંદ વાનગી પર નજર અટકી જાય અને આવી જાય તારી યાદ.....
કોઈની સાથે વાત કરતા એ મજાકમાં કહે "તું તો પાગલ છે " અને આવી જાય તારી યાદ.....
બાઈકની પાછળની ખાલી સીટ જોતા જ આવી જાય તારી યાદ.....
કોઈ ખાસ દિવસે જયારે જયારે ફોનની રિંગ વાગે ત્યારે આવી જાય તારી યાદ.....
કોઈને ખૂબ નખરા કરતાં જોઈને આવી જાય તારી યાદ.....
કોઈ ચશ્મામાં બહું ક્યુટ લાગતું હોય તો એને જોઈને આવી જાય તારી યાદ.....
પણ શું થઈ શકે તું ક્યાં કદી આવે જ છે આવે છે તો બસ તારી યાદ.....