કવિતા:-
"મિત્રતા"
હ્દય નેં સ્પર્શી જાય છે આ મિત્રતા
સ્મરણ નેં ચમકાવતી જાય છે આ મિત્રતા
મન ની તો શું વાત કરવી?
આવેગો ની અટારી એ ચઢાવી જાય છે, આ મિત્રતા!!!!
સ્કુલ નાં દિવસો ની ખોટ પૂરતી જાય છે આ મિત્રતા,
વ્હાલી બની લાડ કરતી જાય છે આ મિત્રતા!!!!!!
કોલેજ ની કોયલ નો મીઠો કલરવ છે આ મિત્રતા,
સંવેદના ઓ થી ભરપૂર, છતાં બદનામ। છે, આ મિત્રતા!!!!!
નામની ઓળખ થી ઘણી દૂર છે આ મિત્રતા,
છતાં પણ, સ્પંદનોનું ભાવભીનું પૂર છે આ મિત્રતા!!!!
શબ્દો નાં વર્ણન થી ભલે ને દૂર છે આ મિત્રતા ,
પણ,હ્રદય નાં તારનું વાત્સલ્ય છે આ મિત્રતા!!!!
કશું જ ક્યારેય કદાચ ના કહી પણ શકાય એવી મિત્રતા?????
પણ, બંધ હોઠો માં પણ, સર્વસ્વ વર્તાય એવી મિત્રતા!!!!!
શાંતી નાં સૂર નો મીઠો સાદ છે આ મિત્રતા,
દરિયા નાં તોફાનો દિલ માં ભરી નેં બેઠી છે આ મિત્રતા!!!!
કહી નાં શકાય, વર્ણવી નાં શકાય, સમજી નાં શકાય, સમજાવી નાં શકાય, જોઈ નાં શકાય, બતાવી નાં શકાય,
વહેલી પરોઢ નાં ઝાકળ નો સૂરીલો અને, હૈયું હિલોળાવતો અલ્લડ અહેસાસ છે, આ મિત્રતા!!!!!
મીસ. મીરાં.....