કેટકેટલી ધીરજ ધરતી ધરતી.
પરોપકાર સદૈવ જે કરતી ધરતી.
અન્ન, વસ્ત્રને આવાસ આપતી,
માતાસમ સદાએ જે વર્તતી ધરતી.
જળચર, ભૂચરને જે નિભાવે,
ખેચરને પણ આશ્રય અર્પતી ધરતી.
વનૌષધિ થકી રોગોને હરતી,
પ્રકૃતિથી નંદનવન સરજતી ધરતી.
રસભંડારો ભર્યા છે પેટાળે,
હિત જીવમાત્રનું વિચારતી ધરતી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '