Gujarati Quote in Blog by Kamlesh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

......#.....નાજુક નમણા શમણા....#.....

એકલતાના રણમાં પડે પગલાં આપણાં,
જોઉં છું એવા નાજુક નમણા શમણાં ...
વિરહની અગાશી પર થાય મિલન આપણાં,
જોઉં છું એવા નાજુક નમણા શમણાં ...
મતલબી દુનિયામાં હોય સાથી બે'ક આપણાં,
જોઉં છું એવા નાજુક નમણા શમણાં ...
યોગ-વિયોગની ક્ષિતિજે હોય ડેરા આપણાં,
જોઉં છું એવા નાજુક નમણા શમણાં ...
ખબર નહીં કે ક્યાં હશે ઇશ્કે-દિદાર આપણાં,
તોય જોઉં છું એવા નાજુક નમણા શમણાં ...
શું કામ તનહા-તનહા ઝૂરે આ દલ'ડા આપણાં,
ક્યારેક તું પણ જો'ને નાજુક નમણા શમણાં ...
ચાલ મળીને પરિપૂર્ણ કરીયે આપણાં ,
આ "અનોખીપ્રિત"ના સાવ અનોખા શમણાં...
પછી કહું કે જીવ્યા છે અમે એકમેકમાં,
જીવંત એવા નાજુક નમણા શમણાં ...

Gujarati Blog by Kamlesh : 111057870
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now