*એમને સેક્સ ટોયની વ્યવસ્થા કરી આપો...*
********************
ગામડામાં પૂરું નથી થઇ શકતું એટલે એ શહેરમાં આવ્યો છે. પત્નીને સાથે રાખવી પોસાય એમ નથી એટલે એને ગામડે મૂકી દીધી છે. એની પાસે એક મોબાઇલ છે. ઇચ્છાઓ સંતોષવા એ આ મોબાઇલ પર પોર્ન જોયા કરે છે અને ધીમે-ધીમે વિકૃત બનતો જાય છે. એનાં આવેગો એ જાતે શમાવી શકતો નથી. એ માણસ જાતે એક પ્રેશર કૂકર બની ગયો છે. જેની કોઇ સીટી નથી. એક દિવસ આ પ્રેશર કૂકર સીધું જ ફાટે છે. એમાંથી એક હેવાન બહાર આવે છે. જેને જીવતો રાખવો-કોઇને પોસાય એમ નથી.
આવા પ્રેશર કૂકર-મારી, તમારી અને આપણાં બધાંની આસપાસ ફરતા જ હોય છે-જેને આપણે ઓળખી શકતા નથી. કોઇક વાર ખૂન, કોઇકવાર બળાત્કાર તો કોઇકવાર ચાઇલ્ડ રેપનાં આવા ઢાંકણાં ફાટતાં જ રહે છે.
આપણે બે વાતે સદંતર નિષ્ફળ ગયાં છીએ અને આ વાત આપણે સ્વીકારવી પડે એમ જ છે. એક-બળાત્કાર, ચાઇલ્ડ સેક્સુઅલ એબ્યુઝ જેવા ભયંકર ગુનાઓ ન કરવા માટે આપણે કોઇપણ પ્રકારનો ડર પૈદા કરી શક્યા નથી. બીજું-આવા માણસોને પ્રેશર કૂકર બનતા રોકવા માટે કયાં રસ્તા હોય શકે એ દિશામાં આપણે વિચારવાનું શરૂ જ નથી કર્યું. કૂકર ફાટે એટલે ગેસથી દૂર કેવી રીતે રહેવાનું-એનાં બ્યૂગલો જ ફૂંક્યા કર્યા છે આપણે !
ચાઇલ્ડ રેપિસ્ટોનો બચાવ ન જ થઇ શકે. એમને માફ ન જ કરી શકાય પણ સીતાને આખી જીંદગી કેદમાં રાખવા કરતાં રાવણનાં વધની સ્ટ્રેટેજી પર કામ કરવું વધારે બહેતર છે.
સેક્સ વિશે શીખવવું એ જ માત્ર સેક્સ એજ્યુકેશન નથી. સેક્સની ઇચ્છાને કાબૂમાં કેવી રીતે રાખવી એની સમજ આપવી એ પણ સેક્સ એજ્યુકેશન છે. જરૂરી નથી કે સેક્સ એજ્યુકેશન સ્કૂલોમાં જઇને જ આપી શકાય પણ પરિવારને ગામડે મૂકી શહેરમાં કામ કરવા આવેલા પુરૂષોને ભેગા કરી સેક્સની ઇચ્છા પર કાબૂ કેવી રીતે રાખી શકાય એની સમજ આપવી જોઇએ. આ પણ સેક્સ એજ્યુકેશનની એક્ટિવિટીનો એક ભાગ જ છે.
એમને જેટલી સહેલાઇથી ચપ્પુ અને તમંચા મળી જાય છે એટલી જ સહેલાઇથી સેક્સ ટોય મળી જાય એવી વ્યવસ્થા આપણે જ ઊભી કરી આપવી પડશે. એમના હાથમાં જો આવા રમકડાં મૂકી આપવામાં આવે તો એમને બાળકોને રમકડાંની જેમ પીંખી નાંખતા અટકાવી તો શકાય જ.
આ વાંચીને એવું લાગશે કે આ કેવો ઉપાય? પણ આપણે સ્વીકારવું પડશે કે કાયદાનાં ડંડા ટીંચવાનો એપ્રોચ ફેઇલ ગયો છે. બાળકો પર જાતીય હુમલાનાં બનાવો ઘટવાની જગ્યાએ વધ્યા છે. હવે સમય આવી ગયો છે-છેક મૂળ સુધી જઇને સમસ્યાનો ઉપચાર કરવાનો.
હવે માત્ર કાયદાનું શાસન મદદે આવી શકે એમ નથી. મુંબઇની હોસ્પિટલમાં અરૂણા શાનબાગનો રેપ કેસ તમને યાદ હશે જ. અરૂણા નર્સ હતી અને વોર્ડબોયે એનાં પર બળાત્કાર કરેલો. વોર્ડબોયને સાત વર્ષની સજા થઇ. એ સજા કાપીને બહાર આવ્યો એ પછી અરૂણા પાંત્રીસ વર્ષ સુધી કોમામાં રહી. પેલાની સજા પૂરી થઇ ગઇ પણ અરૂણાએ પાંત્રીસ વર્ષ સુધી સજા ભોગવી.
આ કાયદાની મર્યાદા છે અને આપણે આ મર્યાદાનો સ્વીકાર કરવો જ પડશે. એકલો કાયદો કશું જ કરી શકે એમ નથી.
પેલા પ્રેશર કૂકરની વરાળ નીકળી જાય એ માટે હવે આપણે જ એક સીટીની વ્યવસ્થા કરવી પડશે. આપણાં બાળકની સલામતી માટે આ જરૂરી છે.- *VISHNU*
----------------
❤RJ
written by jay rajgor