એ મળી હતી એક ચોકલેટ જેવા સ્વાદ માં..
હવે આગળ વધે છે જાણે ઔષધ ના વાદ માં.
એ મળી રહે હતી ખડખડાટ સ્મિત માં..
હવે ઘટતી હોય એવું લાગે છે પગરવ ના નાદ માં..
એ ચાલી તું પેલી વાર ઘૂંટણ ના ભાર માં..
ઉભી હોય જાણે નૃત્યાંગના ના ઘાટ માં..
જે સ્વાદ મળે મીઠાશ બની કંસાર માં..
એ પાણી જેમ વ્હયો જાણે સંસાર માં..
એક વિનંતી પણ હોય હુકમ જો ધાર માં,
ચોકલેટ થી લઈ ઝેર નો સ્વાદ છે આ નાર માં...
- ભુમિ પંડ્યા