Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખૂબ અઘરું છે માણસ બનીને જીવવાનું.
ખૂબ અઘરું છે માનવતા રાખીને વર્તવાનું .

સલાહ સૂચન કે ઉપદેશ આપી શકાય છે,
ખૂબ અઘરું છે સ્વયં આચરણ કરવાનું .

તડફડની વાણી બોલવી સહજસાધ્ય છે,
ખૂબ અઘરું છે ક્રોધ વખતે ચૂપ રહેવાનું.

કર્મના પથમાં વિટંબણાઓ આવવાની જ,
ખૂબ અઘરું છે મુસીબતમાં ધૈર્ય ધરવાનું.

સુખમાં છકી જવાયને દુઃખમાં નાસીપાસ,
ખૂબ અઘરું છે દ્વંદ્વમાં સમતા રાખવાનું.

સ્વાર્થની નજર માનવમાત્રમાં દેખાય છે,
ખૂબ અઘરું છે બીજાની આંખે જોવાનું.

તકલીફમાં ધીરજ ગુમાવી ભાંગી પડાતું,
ખૂબ અઘરું છે હિંમતથી સામે ટકવાનું.

ખૂબ અઘરું છે હારીને પણ જીતવાનું,
ખૂબ અઘરું છે જીતીને પણ હારવાનું.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111057716
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now