Gujarati Quote in Blog by Manish Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા રાષ્ટ્રનો શિક્ષક આવો લાચાર કે ઘેંટું ન બને...

થોડી વાતો આવી છે કે પત્રકારો શાળામાં આવી ને શિક્ષકોને જનરલ નોલેજ પૂછે છે ને એ શિક્ષકોને નથી આવડતું ! મારા માટે આ શરમ જનક બાબત નથી મિત્રો...

શરમ તો એ આવે છે કે શિક્ષણ અને શિક્ષક ને રાજકારણીઓ અને પત્રકારો આડી બોવડીનો બાવળ સમજી બેઠા છે!
આટલી લડત તો લડો તમારા સ્વમાન ખાતર...
~ કોઈ પણ શાળામાં આવે તેનો આવવાનો ઉદ્દેશ્ય પૂછો.
~ પત્રકાર હોય તો એને મંજૂરી લીધી છે અહીં આવવાની અને તમારા ઇન્ટરવ્યૂ લેવાની? એ પૂછો.
~ એ હા પાડે તો લેખિત કાગળીયું માંગો.
~ કોઈ પણ મીડિયા સામે સરકારની મંજૂરી વગર તમે ઇન્ટરવ્યૂ ન આપી શકો એવો પરિપત્ર છે એટલે એને આ વાત કહી ને એની સામેથી ખસી જાઓ. આ દરમિયાન તમારા મોબાઈલમાં વોઇઝ રેકોર્ડિંગ શરૂ કરી દો.
~ આચાર્ય, ગામની વ્યક્તિ, એસ.એમ.સી. કે ઉચ્ચ અધિકારીઓ સાથે મીડિયા આવે તો પણ તેને તમારા વ્યક્તિગત સ્વતંત્રતાના ધારા હેઠળ ના પાડી શકો છો.
~ એમનો કેમેરો શરૂ હોય ત્યારે ઉગ્ર થયા વગર કાયદાકીય વાત કરો.
~ કોઈ ગામની વ્યક્તિ કે એસ.એમ.સી. ની વ્યક્તિ તમારા વર્ગની મુલાકાત માટે આવે તો પણ એની પાસેથી લેખિત મુલાકાત સહી લો.
~ પર્સનલ વિઝિટ બુક રાખી એને જે કર્યું એ નોંધ કરી સહી કરો એ સહી કરવાની ના પડે તો એને જે જવાબ આપ્યો હોય એ લખીલો. જો સાક્ષીમાં તમારા તમારા આચાર્ય કે સ્ટાફ સહી કરે તો ગુડ.

મારા રાષ્ટ્રના નાગરિકનું ઘડતર કરનારો જ્ઞાનથી નબળો પડ્યો છે એટલે નીડર નથી રહ્યો એ હકીકત છે પણ હાલ ઘરફુટે ઘર જાય એવી દશાના માહોલમાં આપણાં જ કેટલાક મિત્રોના બદઈરાદા અને ખોળે બેસી જવાની વૃત્તિએ આપણને આ સ્થિતિમાં મૂકી દીધા છે. થોડા જાગો જ્ઞાની બનો નીડરતા એની મેળે આવશે.

જય હિન્દ જય ભારત વંદે માતરમ...

શિક્ષક ને સમાજ , સરકાર કે તંત્ર સ્વાયત્ત થવા નહીં દે ત્યાં સુધી થઈ રહ્યો વિકાસ....

Gujarati Blog by Manish Patel : 111057576
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now