મારી ગઝલ
કશુંક કહેતી....કશુંક છુપાવતી
સાજનમાં સમાયેલી મારી ગઝલ
હ્રદય ખૂણે બિરાજીને થપ્પો રમતી
શબ્દરૂપી સાગર મઢેલ મારી ગઝલ
ઉદાસ જ્યારે બનું, ખુશીની લહેરખી બની
સંવાદ દ્વારા પ્રગટતી મારી ગઝલ
થોડો પ્રેમ, થોડી વ્હાલપ સભર
લાગણીથી તરબતર મારી ગઝલ
સ્પર્શી ન શકાતી બસ અભિવ્યક્ત થતી
મારામાં શ્વસ્તી મારી ગઝલ
સપનાથી શ્રુંગારીત મધુર યાદથી મ્હેકતી
મારી અધૂરપ ને પૂર્ણતા બક્ષતી મારી ગઝલ.
તન્વી કે ટંડેલ