એક રચના.....
ભણાવી ના શકે કોઈ શિક્ષક જેવું ભણતર;
અને ચણી ના શકે કોઈ શિક્ષક જેવું ચણતર.
આપી શિક્ષણ પહોંચાડ્યો મને મારી મંજિલે;
તાકાત નથી કોઈની કરી શકે ગુરુ જેવું ઘડતર.
નથી ભણ્યા એ એકડો કદી શાળાએ જઈને;
તોય કોઈની તોલે ના'વે વડીલો જેવું ગણતર.
નોકર ભલે કરે તમ ઘેર ચોવીસ કલાક નોકરી;
તોય આપી ના શકે મા ની ચાકરી જેવું વળતર.
કુટુંબો તૂટતાં નથી અમથા આજે સમાજમાં ;
ઘરનાં સભ્યોમા જ હોય છે શત્રુ જેવું નડતર.