સંબંધોને સુંવાળા રાખવા બીજું શું ?
ફૂલોને ખિલતા રાખવા બીજું શું ?
માળી છું ચમનની સંભાળ રાખું,
પંખી આવી કરે વિશ્રામ બીજું શું?
એણે આપેલું તને થોડું આપુ છું,
વહેંચીને સૌ ખાઈએ બીજું શું ?
પ્રેમતો વહેંચતા વહેચતા વધે છે,
આ ભંડાર ખુટે નહી, બીજું શું ?
'દીપ' પ્રકાશીને અહીજ બુઝાશે,
મોર જેમ ટહુંકી જશે, બીજું શું ?