સાંભળીને પોતે સંભાળી લે એ જ તો માણસ છે,
બીજાનો ભાર હસીને ખમી લે એ જ તો માણસ છે,
ક્રોધની ગતિને પોતે રોકી લે એ જ તો માણસ છે,
અહંકારને મનમાં ઓગાળી દે એ જ તો માણસ છે,
દુઃખમાં મૌન ધારણ કરી લે એ જ તો માણસ છે,
સુખની પળોમાં સંયમ રાખી લે એ જ તો માણસ છે,
વિકટ વેળાએ સાથ આપી દે એ જ તો માણસ છે,
જાતે ચાલીને માર્ગ ચીંધી દે એ જ તો માણસ છે,
શબ્દોની સાથે સારાં કર્મ કરી લે એ જ તો માણસ છે,
જીવનનો અર્થ સમજી લે એ જ તો માણસ છે.
મનોજ નાવડીયા