" ધડકતું એરણ "
આંખની લાલાશનું કારણ પણ એનું એ જ છે.
બંજર આ દિલમાં હજુ ભારણ એનું એ જ છે.
શિકાર અંગતોએ, એમ ને એમ તો ન'તો જ કર્યો,
સ્વાર્થથી ભરેલું લાગણીનું મારણ એનું એ જ છે.
ઢાંકીને રાખું છું હું પીઠ મારી એ જ તો કારણથી,
જખ્મો છે અલગ પરંતુ સગપણ એનું એ જ છે.
સળગતો રહ્યો એકલો, બનીને ચિરાગ મજારનો,
કારણ ન પૂછો મને, કેમ કે કારણ એનું એ જ છે.
સિતમ કેરા હથોડા, જમાનાનાં તૂટ્યા અસંખ્ય,
પરંતુ, "વ્યોમ" ધડકતું એક એરણ એનું એ જ છે.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી , મુ. રાપર