Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છે સાંપ્રતની તાતી જરુરત, " ઈંધણ બચાવો. "
એમાં સહુ કોઈ છે સહમત, " ઈંધણ બચાવો. "

વધ્યો છે વપરાશ એનો વસતિ વધતાં આજે,
સૌ અમલ કરી છૂટીએ તરત, " ઈંધણ બચાવો."

સુવિધાના નામે વળગણ ઘણું આપણને રહ્યું,
માનવમાત્ર જેમાં છે એકમત , " ઈંધણ બચાવો."

ખૂટી રહ્યા છે એના ભંડારો વિષય છે ચિંતાનો,
જાળવીએ જાણે કે મિલકત, " ઈંધણ બચાવો.

કાળાંતરે થઈ નવસર્જનને બનતું તેલ માટીનું,
હે માનવ..! તું કરકસરથી વરત, " ઈંધણ બચાવો."

નથી ચેત્યા તો દિન બૂરા આવવાના છે નકકી,
લખી રહ્યો છું આપને હું જત, " ઈંધણ બચાવો."

ચૈતન્ય જોષી પોરબંદર. " દિપક "

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111057210
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now