ઉરના ઊંડાણેથી પ્રગટી હશે ગઝલ.
પ્રેમ પરાકાષ્ઠાથી પ્રગટી હશે ગઝલ.
ઝણઝણી ઉઠ્યા હશે દિલતાર પછી,
સનમના વિયોગથી પ્રગટી હશે ગઝલ.
હશે મન પણ ભાવાચ્છિત મ્હાલતું,
અશ્રુના અક્ષરોથી પ્રગટી હશે ગઝલ.
હશે ગેયતા એના કંઠથી વહેનારીને,
ઉરના ધબકારેથી પ્રગટી હશે ગઝલ.
આમ જુઓ તો ઇબાદત પરમેશની,
પ્રિયમાં પરખવાથી પ્રગટી હશે ગઝલ.
હશે મંજૂરી હરિની અનુસંધાનમાંહે,
સૂરના સથવારાથી પ્રગટી હશે ગઝલ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '