જો માણસ ને મોહ માં રાખે ના માણસ,
તો કદી એ વ્યોગ માં તડપે ના માણસ.
રાખી મન મક્કમ ચાલી શકે એકલો બસ,
હાથ છૂટ્યાને થમવા ફરી તરશે ના માણસ.
સંબંધો પ્રેમ તણા, બસ નિભાવતા જાવ,
હોય બધા સંગ તો બસ રખડે ના માણસ.
મન બધા ના એક જેવા સાચ્ચે નથી હોતા,
આપો સલાહ એવી, કે ભટકે ના માણસ.
આપો એવો પ્રેમ કે એનું હૈયું ભરાઈ જાય, સંબંધ ના નામ થી કદી ભળકે ના માણસ.
ઘડ્યો છે ઘાટ સહુનો ઈશ્વરે એક સરખો,
ભેદ ભાવ ના ભ્રમ માં કદી રહે ના માણસ.
ઈચ્છા ઓ છે ઘણી પામવા સુખ જગ માં?
તો એક હાથે તાળી કદી વાગશે ના માણસ.
મેલી મથાણે મન મોટાવ હળી મળી રહો,
લાલચ હશે પ્રેમમાં તો મળશે ના માણસ.
છો તમે"પ્રતીક"જગમાં ઉદાર માણસ નું,
તમ વિના ના જગ ચાલે ચાલે ના માણસ.
Dp,"પ્રતીક"