કવિતા:-
સમય નથી મનેં સમય નેં મળવાનો,
સમાજ ની યોજનાબદ્ધ વાતો સાંભળવાનો!!!!
આજે, સાંભળતા કાલ તો પડશે જ,
પણ, સમય નથી, મનેં એનેં વાગોળવા નો?????
જીવું છું હંમેશા આજ માં,,,,
એટલે જ કદાચ સમય નથી મનેં ભૂતકાળ માં મહાલવાનો!!!
આજ માં જ જીવંત રહેતી અનેં નદી બની સદા વહેતી,,,
સમય નથી મનેં ભવિષ્ય નેં અમસ્તું જ ભાખવાનો!!!
ચાલ નેં સંધ્યા તારો સાથ મનેં જોઈએ,,
બાકી, શોખ નથી મનેં એમજ, કહેવાતા સંબંધો નેં મળવાનો!!!!
કુમળી સવાર સાથે મિત્રતા ઘણી છે મારી,
જીવતર નેં ઝંઝોળી નાખતાં સંબંધો નેં સમય નથી મારી પાસે, આપવાનો!!!
સૂરજ ની મિત્રતા મનેં ચાલશે,
ભલેને સવારે ઉગે, બપોરે તપે, અનેં સાંજે આથમે,
ફરી થી સવારે ઉગશે અનેં અવિરત આમ જ મનેં ચાહશે એ..
મિત્રતા ની માત્રા માં કંઈ કેટલાં સંબંધો નિભાવે એ,
હા, ચોક્કસ,!!!! ધણો, સમય છે મનેં આવી મિત્રતા માણવાનો, જાણવાનો, વખાણવાનો.!!!!
બસ, ખાલી સમય નથી મનેં વર્તમાન નેં લાગણીઓ નાં ખોટાં બંધન માં બાંધવાનો.
-મીસ. મીરાં.....