શિયાળા ની શી કહું વાત
લાંબી લાંબી એની રાત
જ્યારે એનું પડે પ્રભાત
વાગે ખાસ્સા સાડા સાત !!
રજાઈ માં ગોટ પોટ, ધાબળા ની થાય ખેંચતાણ
ઊઠવાનું કોને ગમે ,મમ્મી ની બૂમો ના સાંભળે કાન
કાતિલ ઠંડી ,પવન ન સૂસવાટા ને થરથર બદન કાંપે
પછેડી ઓઢી ને મોડે સુધી અજવાળું બી સૂવે
દુકાન માં ઊન ના ગોળા, સ્વેટર ની સીઝન
કસરત , યોગા અને દોડવાની સીઝન
ચીકી, કચરિયું , વસાણું ને ચ્યવનપ્રાશ
વરસ આખા ની સ્ફૂર્તિ ના સંચય ની સીઝન !
મારો માનીતો શિયાળો !
લોકલાડલો શિયાળો !!