*" કેમ જીવવુ"*
કવિતા..
સ્વાથીઁઁ આ દુનિયામાં ,
નિસ્વાર્થ ભાવે કેમ જીવવુ?
પથ્થરો ની આ દુનિયા મા,
કોમલ હ્રદય રાખી કેમ જીવવુ?
બંધ આંખે જ જોઇ લઉં છું દુનિયા નો તમાશો,
આંખો ખૂલી હોય કે ના હોય શુ કામ?
લૌકિક સુખ ભોગવનારા નહિ સમજી શકે,
હવે ઇન્સાનિયત નુ શું કામ?
દિલ અને શ્વાસ નો સંઘઁસ છે,
કમઁ અને ધમઁ નુ હવે શું કામ?
" ભાવના " હિંસા ના પૂજારી આ નહિ સમજે,
સત્ય અને અહિંસા નું હવે શું કામ?????