એક સૂર ઓછો થઈ જાય તો,
શું એ સરગમ સુરીલી લાગશે ??
વીણા નો એક તાર તુટી જાય તો,
શું એ મધુર ધ્વનિ નિકાળશે ??
સપ્તરંગી નો એક રંગ ઓછો થાય તો,
શું એ પહેલા જેવું જ મનમોહક લાગશે ??
રચનાનો પ્રાસ જો બદલાઈ જાય તો,
શું એ રચના દિલમાં ઉતરે એવી બનશે ??
એમજ....
જિંદગીમાંથી એક રસ ઓછો થાય તો,
શું તેમાં જીવંતતા એવીજ લાગશે ???