ભૂતકાળને ભૂલીને હવે ચાલો.
વર્તમાનને ઝાલીને હવે ચાલો.
આતમબળ ધરો હૈયે અપાર,
લક્ષ્યવેધનો રાખો સદા નિર્ધાર,
કરો નહિ અફસોસ કદી ઠાલો....ભૂતકાળનેo
હિંમતનું પાથેય રાખો સાથ,
સહાય કરશે પછી દીનાનાથ,
વર્તમાનને જ બસ મહાલો.....ભૂતકાળને o
મુસીબતને સામેથી પડકારો,
વિજયની વાતને જ વિચારો,
વિશ્વાસની બનાવી લ્યો ઢાલો...ભૂતકાળનેo
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '